વિચાર, વાણી અને વર્તન


Guru ના ચરણ કમળ સમાન છે અને ગુરુનાં વચન સૂર્યનાં કિરણ સમાન હોય છે. સૂર્યનાં કિરણોથી કમળ ખીલે છે એટલે સદ્ગુરુ જે બોલે છે તેવું જ આચરણ કરે છે. જેનાં વાણી અને વર્તન અલગ નથી એ સદ્ગુરુ છે. જે રીતે હાથીના ચાવવાના દાંત અને દેખાડવાના દાંત અલગ હોય છે તેવી રીતે સદ્ગુરુ વર્તન કરતાં નથી. સદ્ગુરુના ચાવવાના અને બતાડવાના દાંત અલગ નથી. એ જે વાણી ઉરચારે છે એને પોતાનું વર્તન બનાવે છે. એ જે કથન ઉરચારે છે એને પોતાનું કર્મ બનાવે છે.
પંકજની ઉપમા બીજા અર્થમાં પણ સદ્ગુરુ માટે સાર્થક નીવડે છે કારણ કે પંકજ પાણીમાં રહે છે છતાં પાણીથી અસંગ રહે છે અને પંકજ પંક એટલે કે કાદવમાં ખીલે છે છતાં સૌંદર્ય અને સુગંધ બંને આપે છે એમ સદ્ગુરુ સંસારમાં રહે છે છતાં સંસારથી અસંગ રહે છે અને જન્મ ભલે ગમે તેવા પછાત કુળમાં થયો હોય પણ પોતાના સદ્વિચારોની સુવાસ અને પોતાના તપની ક્રાંતિનાં સૌંદર્યથી એ સમગ્ર સમાજ માટે વંદનીય બની જાય છે.
ગુરુની ગતિ કોઇ સત્તાની પકડમાં આવી શકતી નથી. ગુરુની ગતિ કોઇ સંપત્તિની પકડમાં આવી શકતી નથી. ગુરુની ગતિ કોઇ શકિતની પકડમાં આવી શકતી નથી. જગતની કોઇપણ સ્થૂળ સત્તા, સંપત્તિ કે શકિતના ક્ષેત્રની બહાર જે ભ્રમણ કરે છે તે સદ્ગુરુ છે. આવો સદ્ગુરુ આપણી વરચે રહે તો પણ આપણા આનંદ માટે રહે છે. એ આપણી ભિક્ષાનો સ્વીકાર કરે તો પણ આપણા આનંદ માટે કરે છે. સદ્ગુરુ આપણી ભિક્ષા સ્વીકારે તો માનવું કે એમણે બહુ મોટો અનુગ્રહ કર્યોછે. સદ્ગુરુ ભોજન અને ભજન બંને અન્ય માટે કરે છે. જે સતત વિશ્વકલ્યાણ માટે વ્યગ્રચિત રહે છે તે સદ્ગુરુ છે, તે સંત છે.
ગુરુ કપાનો સાગર છે. ગુરુ દયાનો દરિયો છે. સદ્ગુરુ મનુષ્યના રૂપમાં સ્વયં હરિ છે. એનાં વચનોથી મોહ ટળે છે. જે મોહનું ફળ અશાંતિ છે તે ટળે છે અને માણસના જીવનમાં શાંતિનું પ્રાગટય થાય છે. પાયો પરમ વિશ્રામનો સાધકને અનુભવ થવા માંડે ત્યારે જાણવું કે સદ્ગુરુની કપા વરસી છે અને શાંતિ એવું તત્ત્વ છે જે કોઇપણ પ્રકારની સત્તા, સંપત્તિ કે શકિતની મોહતાજ નથી. શાંતિ એક એવું તત્ત્વ છે કે નોકર, નિર્ધન અને નિર્બળને પણ મળી શકે છે.
એક અબજોપતિએ કરોડો રૂપિયા ખર્ચીને એક બંગલો બનાવ્યો. એ બંગલામાં કોઇપણ ઋતુનો અનુભવ થઇ શકે એવી સુવિધાઓ ઊભી કરવામાં આવી. શિયાળામાં ગરમીનો અનુભવ થઇ શકે. ઉનાળામાં ઠંડીનો અહેસાસ થઇ શકે અને ચોમાસામાં શુષ્કતા ઊભી થઇ શકે એવાં અત્યંત આધુનિક ઉપકરણોથી બંગલાને સજાવવામાં આવ્યો.
એક દિવસ એ અબજોપતિ માણસે પોતાના વૈભવી પ્રાસાદમાં એક સંતની પધરામણી કરી. સંતને પોતાના પ્રાસાદની સુવિધાઓ દેખાડવા લાગ્યો. જે સાચા અર્થમાં સંત છે એ કદાચ સંસારમાં રહે તો પણ જળકમળવત્ રહેતા હોવાથી આ પ્રકારની સવલતોને કદાચ જોઇ નાખે તો સમજવું કે એ સાધકની પ્રસન્નતા માટે જુએ છે બાકી એમનું ખુદનું કુળ અને મૂળ તો વૈરાગને વળગેલું હોય છે.
પેલા અમીર માણસે સંતને કાું કે મારા બંગલામાં બહુ મોટો સ્વિમિંગ પૂલ છે એટલે અમારે સરોવરમાં સ્નાન કરવા માટે બંગલાની બહાર જવાની જરૂર નહીં. અમારા આ બંગલામાં જ મારું પોતાનું જિમ્નેશિયમ છે એટલે અમારે કસરત માટે બહાર જવાની જરૂર નહીં, આ બંગલામાં જ ગોલ્ફ, ક્રિકેટ, બેડમિન્ટન જેવી રમતનાં મેદાન છે એટલે ખેલકૂદ માટે પણ અમારે બંગલાની બહાર જવાની જરૂર નહીં. મારા બંગલામાં જ મારું પર્સનલ હોમ થિયેટર છે એટલે અમારે નવી કોઇ ફિલ્મ જોવા માટે પણ બહાર જવાની જરૂર નહીં. આમ જયારે દરેક બાબતમાં એ અમીર એમ કહેવા લાગ્યો કે મારે બહાર જવાની જરૂર નહીં. ત્યારે પેલા સંતથી રહેવાયું નહીં. સંત બને ત્યાં સુધી કઠોર વચનનો પ્રયોગ કરતા નથી છતાં કરે તો સમજવું કે એ કઠોરતામાં કરુણા વરસી રહી છે, કપા વરસી રહી છે.
નાછૂટકે સંતને મૌન તોડવું પડયું અને પેલા અહમ્થી ભરેલા અમીરની આંખ ખોલવા માટે કહેવું પડયું કે તમે ભલે વિશ્વની તમામ સુવિધાઓ વસાવી લીધી છતાં તમારે બહાર તો જવું જ પડશે. પેલો અમીર બોલ્યો કે મારે શા માટે જવું પડશે? ત્યારે સંત બોલ્યા કે આ બંગલામાં બધું છે પણ સ્મશાન નથી. તું જયારે આ જગતને છોડીને જશે ત્યારે તારે અંતિમ સંસ્કાર માટે આ બંગલાની બહાર જવું પડશે.
સંતની વાણી સાંભળીને પેલા અમીર માણસના મોહનો પડદો ચિરાઇ ગયો. અભિમાનનો પર્વત ઓગળી ગયો અને સંતનાં સૂર્યકિરણો સમાન શબ્દ સાંભળીને કમળ સમાન ચરણમાં નમી ગયો, માટે સદ્ગુરુ એ છે જે કોઇપણ જાતના સંકોચ વગર સત્ય બોલીને પોતાના શિષ્યને સત્યની પ્રતીતિ કરાવે છે. શિષ્યને ખોટો હર્ષ પમાડવા માટે અસત્ય વચનનો આશ્રય કરે તે સદ્ગુરુ નથી.
શ્રીમદ્ ભગવત ગીતામાં સમ શબ્દનો છૂટથી પ્રયોગ થયો છે અને સમ શબ્દ સમાનતાનો નિર્દેશ કરે છે. ગાયક કલાકાર કે વાદક કલાકાર સમ પકડીને પોતાની કળા રજૂ કરે છે એ અર્થમાં સંગીત ક્ષેત્રમાં પણ સમનો મહિમા છે.
ગીતામાં સમ શબ્દનો સુંદર પ્રયોગ છે જયારે રામચરિત માનસમાં સબ શબ્દનો વ્યાપક ઉપયોગ થયો છે. સબ શબ્દ સૌની ખેવનાનું દર્શન કરાવે છે અને ઉપનિષદમાં સત શબ્દનો વારંવાર ઉપયોગ થયો છે. સત શબ્દ સત્યનો નિર્દેશ કરે છે.
સમ એટલે સ્થિતપ્રજ્ઞતા, સમ એટલે સુખ અને દુ:ખ બંને સ્થિતિમાં સમાન રીતે જીવવું. સમ એટલે કોઇ વ્યકિતના સદ્ગુણને જેટલા ચાહો તેટલી જ ઉત્કટતાથી એના અવગુણને પણ ચાહવા જોઇએ. ટૂંકમાં સમ શબ્દમાં રહેલો સમાનતાનો ભાવ માનવીને સાચા અર્થમાં પ્રેમ કરવાની કળા શીખવે છે. જગતને સાચી અને સારી રીતે ચાહવાની કુશળતાના પાયામાં સમ શબ્દ રહેલો છે જે ગીતાનો શબ્દ છે.
સબ એટલે દરેકનો વિચાર, સ્વને છોડીને સર્વ સુધી જવાની યાત્રાના મૂળમાં સબ શબ્દ રહેલો છે. સ્વાર્થને ત્યજીને પરમાર્થ સુધી પહોંચવા માટે જે વાહનમાં બેસવું પડે તે વાહનનું નામ સબ છે. સબ મેં હરિ દેખને કા જો બિચાર હૈ વહી માનસ કા સબ હૈ અને આ સદ્ગુણમાં પ્રગટે છે તે કરુણા છે. આ સદ્ગુણમાંથી જન્મે છે તે કરુણા છે. આમ જગતમાં સર્વનો વિચાર કરવા માટે માનસકાર જે સબ શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે તે કરુણાનું દર્શન કરાવે છે.
સત એટલે સત્ય, સત એટલે જુઠાણાનો પર્દાફાશ, સત એટલે પાખંડને દેશવટો, સત એટલે અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાને જાકારો આપીને પ્રગટાવેલી સાત્ત્વિક શ્રદ્ધા, સત એટલે અભિનયને અલવિદા કહીને મુખવટાનો ત્યાગ, સત એટલે જેવા છીએ તેવા જ વ્યકત થવાની જિજીવિષા, સતમાંથી કયારેય અવગુણ જન્મી શકે નહીં કારણ કે જીવના શિવ તરફ જવા માટેના તમામ સદ્ગુણોનો સરવાળો એટલે સત, આમ ઉપનિષદીય શબ્દ સત આપણને સત્યનો નિર્દેશ કરે છે.
વિચાર, વાણી અને વર્તન યોગ્ય સમયે યથાયોગ્ય રાખવું એ જીવન જીવવાની કળા છે. માણસ સત્સંગ કરે તો વિવેક મળે પરંતુ વિવેક¼ષ્ટિ તો કેવળ સદ્ગુરુના પગની રજમાંથી મળે છે. ગુરુના પગની રજને આંખમાં આંજવાથી વિવેક¼ષ્ટિ પ્રાપ્ત થાય છે. વિવેક અને વિવેક¼ષ્ટિ વરચે થોડો તફાવત છે. જે રીતે ધર્મજ્ઞાતા હોવું અને ધર્માત્મા હોવું એ બંને વરચે તફાવત છે. રાવણ ધર્મજ્ઞ હતો પરંતુ ધર્માત્મા નહોતો. ધર્મશીલ નહોતો. માનવીના મસ્તકમાં ધર્મ રહે તે ધર્મજ્ઞ છે પરંતુ એ ધર્મ મસ્તકમાંથી આત્મામાં ઊતરે ત્યારે ધર્મજ્ઞને ધર્માત્માનો દરજજો પ્રાપ્ત થાય છે. ધર્મશીલ માણસ ધાર્મિક દ્વંદ્વને સહન કરી શકે છે તેના પાયામાં પણ ગુરુકપા પડેલી છે.
માણસ જાણતો હોય કે ધર્મ કોને કહેવાય પણ એના વર્તનમાં ધર્મ નથી પરંતુ માત્ર વિચારમાં ધર્મ પડયો છે તે ધર્મજ્ઞ છે પરંતુ ધર્માત્મા નથી. જે માણસ ધર્મ વિશે બોલી શકે છે એટલે કે એની વાણીમાં ધર્મ છે પરંતુ વર્તનમાં ધર્મ નથી તે ધર્મવકતા છે પરંતુ ધર્માત્મા નથી પરંતુ સાચો સદ્ગુરુ એ છે જેનાં વાણી, વર્તન અને વિચારમાં જરાપણ અસમાનતા નથી. એની વાણીરૂપી સૂર્યકિરણોથી ચરણરૂપી કમળ ખીલે છે અને વિચાર વાણી બને છે અને વાણી આચરણ એટલે કે વર્તન બની જાય છે, એ સદ્ગુરુનું લક્ષણ છે. ખ્ (સંકલન: જગદીશ ત્રિવેદી)
વિચાર, વાણી
અને વર્તન
સદ્ગુરુ મનુષ્યના રૂપમાં સ્વયં હરિ છે. એનાં વચનોથી મોહ ટળે છે.

જે મોહનું ફળ અશાંતિ છે તે ટળે છે અને તેથી જીવનમાં શાંતિનું પ્રાગટય થાય છે.

Advertisements

શિક્ષકનું કામ અજવાળા કરવાનું છે. શિક્ષક એ ઘી છે. શિસ્ત એ વાટ છે. નિશાળ એ માટીનું કોડિયું છે. જો શાળા નામના કોડિયામાં શિસ્તની વાટને શિક્ષણના ઘી સાથે મેળવીને શિક્ષક પ્રગટાવશે તો જે જ્ઞાનનો પ્રકાશ થશે એ પૂરા વિશ્વને અજવાળશે એ નક્કી છે.


સ્કતમાં એક સુભાષિત છે. જેમાં એક સુંદર પ્રસંગ છે અને મૂલ્યવાન સંદેશ છે. પ્રસંગ એવો છે કે ઉનાળામાં ધોમધખતા તાપમાં ભરોટું ભરેલું ગાડું ખેંચીને બે બળદ જતા હોય છે અને પરસેવે રેબઝેબ થયેલા બળદને એક ગધેડો સામો મળે છે.
જે લોકોમાં ઉપદેશ આપવાની લાયકાત ન હોય એ ઉપદેશક બની જાય તો કેવી સ્થિતિ સર્જાય તે આ સુભાષિતનો સાર છે. ગધેડો પેલા બંને બળદને ઊભા રાખીને ઉપદેશ આપે છે. ગધેડો બોલ્યો કે તમે બંને મારા કરતાં પણ વધુ શકિતશાળી છો. વળી, તમે ભગવાન શંકરના આંગણામાં બેસો છો. તમે શા માટે આટલી બધી મહેનત કરો છો?
એક બળદે વિનમ્રતાથી કાું કે, ગધેડાભાઇ, આપની વાત સાચી છે પરંતુ તનતોડ મહેનત કરવી એ અમારો ધર્મ છે. અમે એ ન કરીએ તો બીજું શું કરીએ? ત્યારે ગધેડાએ ઉપદેશ આગળ વધાર્યોઅને કાું કે અમે અમારા માલિકનો સામાન ઉપાડીને જતા હોઇએ, અમને મઝા આવે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ જેવો ભાર લાગે કે અમે આડા પડી જઇએ અને બધો ભાર ઓછો કરી નાખીએ.
ત્યારે બીજો બળદ વિવેકથી બોલ્યો કે ગધેડાભાઇ, અમે ગાયનું દૂધ પીધું છે એટલે અમારાથી અમારા માલિકનો ભરોસો તોડી શકાતો નથી. આપના અને અમારા દૂધમાં જે તફાવત છે એ આપણા બંનેની જીવનશૈલીમાં તફાવત સર્જે છે.
આ વાત અત્યારે એટલા માટે પ્રસંગોચિત લાગે છે કારણ કે આજનો માણસ પોતાના કુળ અને પોતાના પૂર્વજોને ભૂલી ગયો છે. જો સ્વાર્થની વાત આવે તો શીલની પણ પરવા ન કરવી એ એકવીસમી સદીના માણસનો મુદ્રાલેખ બની ગયો છે અને તેથી આ સદી એકવીસમી સદી છે પરંતુ એક વસમી સદી ન બની જાય એની વિદ્વાનોને ચિંતા છે.
માણસને પોતાના કુળનું ગૌરવ થાય અને પોતાના પૂર્વજોના વિક્રમનું ગૌરવ જળવાય તે પ્રથમ શરત છે અને ત્યારબાદ બીજી શરત એ છે કે હંમેશાં ધરાયેલા માણસનો સંગ કરવો. એકવાર એક સિંહ અને એક શિયાળ રેસ્ટોરાંમાં ગયાં અને શિયાળે પોતાના માટે સો ગ્રામ ભજિયાં અને એક કપ ચાનો ઓર્ડર આપ્યો. પેલા રેસ્ટોરાંના વેઇટરે શિયાળને પૂછ્યું કે તમે તમારા માટે ચા-નાસ્તાનો ઓર્ડર આપ્યો પણ તમારી સાથે જે બાબા પધાર્યા છે તેમના માટે કેમ કશું મગાવતા નથી?
ત્યારે શિયાળ બોલ્યું કે એ બાબા ધરાયેલા છે અને જો ધરાયેલા ન હોત તો કયારનો મારો નાસ્તો થઇ ગયો હોત કારણ કે આ બાબા એવા બળવાન છે કે એ તારા રેસ્ટોરન્ટનાં ચા-ભજિયાંની રાહ જુએ તેવા નથી માટે જેનાં સાંનિઘ્યમાં બેસો, જેની નિશ્રામાં બેસો તે સંપૂર્ણ હોવો જોઇએ, ધરાયેલો હોવો જોઇએ. જો એ ખુદ ભૂખ્યો હશે તો તમારી ભૂખ ભાંગવાની નથી.
માણસ પોતાના કુળ અને પૂર્વજોનું ગૌરવ કરે તથા તૃપ્ત અને સંતુષ્ટ માણસનો સંગ કરે તો ચોક્કસ ફાયદો થશે એમાં શંકા નથી. ઘણીવાર જ્ઞાન સમજવું અઘરું પડે અથવા તો ભાષા થોડી વિચિત્ર હોય એવું બને પણ ભાવ હંમેશાં મૂલ્યવાન હોય છે.
ઉદાહરણ તરીકે ચાર ચિંતકો બેઠા બેઠા ચર્ચા કરી રાા હતા. તેમાં એક ચિંતક બોલ્યો કે મા-બાપની માફી મગાય જ નહીં. જે દેશમાં આ ચાર ચિંતકો ચર્ચા કરતા હતા તે દેશનો રાજા છૂપા વેશે નગરચર્યા માટે નીકળ્યો હતો અને એના કાને પ્રથમ વિધાન પડયું કે કયારેય મા-બાપની માફી મગાય નહીં એટલે એ ગુપ્ત વેશમાં રહેલો ભૂપતિ ઊભો રહી ગયો અને આ લોકોની ચર્ચા સાંભળવા લાગ્યો.
થોડીવાર થઇ ત્યાં બીજો માણસ બોલ્યો કે કયારેય ઇશ્વરને યાદ કરાય જ નહીં. આ સાંભળીને રાજાના આશ્ચર્યમાં વધારો થયો. ત્યાં ત્રીજો બોલ્યો કે ઇશ્વરને યાદ ન કરવા તે તમારી વાત સાચી છે પરંતુ એમાં મારા તફરથી થોડો ઉમેરો પણ કરું છું કે ઇશ્વરથી કયારેય ડરવું નહીં.
આજનો માણસ ઇશ્વર સિવાય કોઇથી ડરતો ન હોય એવું બને પણ કુદરતથી અવશ્ય ડરતો હોય છે. ત્સુનામી, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોએ પુરવાર પણ કરી આપ્યું કે કુદરત પાસે મનુષ્યની શકિત કેટલી બધી વામન સાબિત થઇ શકે છે પરંતુ ત્રીજો ચિંતક બોલ્યો કે ઇશ્વરનો ડર રાખવાની જરાપણ જરૂર નથી. આટલું ઓછું હોય તેમ ચોથો ચિંતક બોલ્યો કે માણસે જીવન જીવવું ન જોઇએ.
હવે તો હદ થઇ ગઇ હતી. છૂપા વેશે રહેલા રાજાએ નાછૂટકે પોતાની ઓળખ પ્રગટ કરીને કાું કે હું આ પ્રદેશનો રાજા છું અને રાજા હોવા છતાં મારી પ્રજાની ભાષાને સમજવામાં નિષ્ફળ ગયો છું એનો મને અફસોસ છે, પરંતુ આપ કપા કરીને તમારા કથનનો અર્થ મને સમજાવો.
આ ઘટનાનો સાક્ષી એક શિક્ષક પણ હતો. એ શિક્ષકે વિનમ્રતાથી રાજાને કાું કે આપ જો આજ્ઞા કરો તો આ ચારેચાર વિધાનનો મારી મતિબુદ્ધિ મુજબ અર્થ કરી આપું. એક વાત યાદ રાખવા જેવી છે કે ભૂપતિની મતિ જયાં ક્ષતિ પામે ત્યાં ક્ષતિયુકત મતિને ક્ષતિમુકત કરી ગતિ કરાવી શકે તે શિક્ષક અથવા સદ્ગુરુ છે.
રાજાની આજ્ઞા મળવાથી શિક્ષકે અર્થ કર્યોકે મા-બાપની માફી મગાય નહીં એનો અર્થ એ થયો કે મા-બાપની માફી માગવી પડે એવી ભૂલ કયારેય થવી જોઇએ નહીં. બીજા વિધાનમાં કાું કે ઇશ્વરને યાદ કરાય નહીં એનો અર્થ એ થયો કે યાદ એને કરવા પડે જે ભુલાઇ ગયા હોય પરંતુ મનુષ્ય ઇશ્વરને સતત સંભાર્યા કરે તો યાદ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. જે ચીજ ખોવાઇ જાય એની શોધ કરવી પડે પરંતુ જે ચીજ સદા સર્વદા આપણી સાથે જ હોય એની ખોજ કરવાનો સવાલ ઊભો થતો નથી.
ત્રીજું વિધાન હતું કે ઇશ્વરથી ડરવું નહીં એનો મતલબ એ થયો કે પાપથી ડરવું પરંતુ ઇશ્વરથી ડરવું નહીં. જો જીવનમાં કશું જ ખોટું કરશો નહીં તો પછી ઇશ્વરથી ડરવાની જરૂર પડતી નથી.જે માણસ કરચોરી કરતો જ નથી તે આયકર વિભાગથી ડરતો નથી, જે માણસ ગુનો કરતો જ નથી એ પોલીસથી જરાપણ ડરતો નથી માટે હંમેશાં સત્યના માર્ગ પર ચાલવું જેથી ઇશ્વર કે કુદરતથી ડરવાનો સવાલ ઊભો થતો નથી.
ચોથા વિધાનમાં એમ કાું કે જીવન જીવવું ન જોઇએ એનો અર્થ એવો થયો કે માનવીનું જીવન એવું હોવું જોઇએ જે લખી શકાય અને લખાણ એવું હોવું જોઇએ જે જીવી શકાય અને તેથી માણસનું જીવન એક દંતકથા બની જાય તેવું હોવું જોઇએ જેમાંથી લોકો વરસો સુધી પ્રેરણા મેળવતા રહે. આ અર્થમાં માણસે જીવન જીવવાનું નથી પરંતુ એક પ્રેરકકથા જીવવાની હોય છે.
જે વાતોનો ગર્ભિત અર્થ ખુદ રાજા ન સમજી શકયો તે એક શિક્ષક સમજી શકે. એક સદ્ગુરુ સમજી શકે છે. શિક્ષકે ચારેચાર વિધાનનો સુંદર અર્થ કરીને રાજાના માનસમાં જ્ઞાનની જયોત પ્રગટાવી. આમ પણ શિક્ષકનું કામ અજવાળા કરવાનું છે. શિક્ષક એ ઘી છે. શિસ્ત એ વાટ છે. નિશાળ એ માટીનું કોડિયું છે. જો શાળા નામના કોડિયામાં શિસ્તની વાટને શિક્ષણના ઘી સાથે મેળવીને શિક્ષક પ્રગટાવશે તો જે જ્ઞાનનો પ્રકાશ થશે એ પૂરા વિશ્વને અજવાળશે એ નક્કી છે. આવો સદ્ગુરુ શિષ્યના અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનમાં અજવાળા માટે જીવનના સાચા અર્થ સમજાવે છે અને એકવાર અજવાળું થયા પછી જગતની કોઇ તાકાત ત્યાં અંધારું કરી શકતી નથી. ખ્
ઊડા અંધકારથી

 

સુખી થવાની હોંશ વાજબી ખરી,પરંતુ ગમે તે ભોગે, ગમે તે રીતે અને માણસ મટી જઇને સુખી થવાની ઇરછા વાજબી ખરી? જો આ ખતરનાક પ્રશ્નનો જવાબ હોય, તો સુખી થવાના ચાર હાઇવે યાદ રાખવા જેવા છે:


૧. પુસ્તકનો સ્પર્શ કર્યા વિના જીવન પૂરું કરવું. પુસ્તક એક જ કામ કરે છે અને તે છે જીવનમાં ખલેલ પહોંચાડવાનું. પુસ્તક ટળે તો ખલેલ ટળે. ન રહેગા બાંસ, ન રહેગી બાંસુરી!
૨. વિચારવાની કુટેવ છોડીને જીવવાનું રાખવું. સંસારમાં નજર નાખશો તો તરત સમજાઇ જશે કે જેઓ વિચારે તેઓ દુ:ખી છે. જેઓ નથી વિચારતા તેઓ ઘણી બધી ખટખટથી બચી જાય છે.
૩. વ્યસન સુખદાયી હોય છે. શરાબી સુખનો નશો માણે છે. ડ્રગનું સેવન વળી વધારે સુખદાયી હોય છે. વ્યસનવિરોધી લોકોને ખ્યાલ જ નથી હોતો કે પરમ સુખ એટલે શું! વ્યસન એટલે સુખનો એકસપ્રેસ હાઇવે.
૪. જેઓ પ્રેમની ઝંઝટ વિના કેવળ સેકસમાં જ રમમાણ રહે છે તેમને થતી સુખાનુભૂતિ અસામાન્ય હોય છે. પ્રેમની બધી વાતો એકેડેમિક હોય છે. જીવન કોઇ અભ્યાસક્રમ નથી, જીવન તો સુખાનુગામી છે. દેવું કરીને ઘી પીવું.

Four Ways of to be Happy


Hi friends,

On sunday evening i was reading a Sunday of Divyabhaskar news paper, i came across with the article of well known writer Mr. Gunvant Shah, he had written following four ways to be Happy:-

1. Do not think about future,

2.Put your brain aside while doing anything,

for further two ways you have read sunday…………….

Thanks